Friday, September 11, 2026
HomeવિડિઓViral Videoચાલતાં ચાલતાં ફોન જોવાની ટેવ કેટલી જોખમી? જુઓ CCTVના આ ચોંકાવનારા દ્રશ્યો

ચાલતાં ચાલતાં ફોન જોવાની ટેવ કેટલી જોખમી? જુઓ CCTVના આ ચોંકાવનારા દ્રશ્યો

સોશિયલ મીડિયા પર અવારનવાર સુરક્ષા અને બેદરકારીને લગતા વિડિયો વાયરલ થતા હોય છે. તાજેતરમાં X (Twitter) પ્લેટફોર્મ પર @SivarNewsSV નામના હેન્ડલ પરથી એક ચોંકાવનારો વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે થતી બેદરકારીનું ભયાનક પરિણામ જોવા મળે છે.

- Advertisement -

CCTVમાં કેદ થયેલી આ ઘટના એક નિર્માણધીન ઇમારતની છે. એક વ્યક્તિ બાંધકામ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યો હતો. ચાલતી વખતે તેનું સંપૂર્ણ ધ્યાન પોતાના મોબાઇલ ફોનમાં હતું. ધ્યાન ભંગ થવાને કારણે, ફ્લોરમાં રાખવામાં આવેલા ખુલ્લા ભાગ પર તેનું ધ્યાન ન ગયું અને તે સીધો બીજા માળેથી નીચે પટકાઈ ગયો. આ આઘાતજનક ક્ષણ કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.

આ વિડિયો આપણને સૌને એક ગંભીર ચેતવણી આપે છે. નિર્માણધીન સ્થળો કે જોખમી જગ્યાઓ પર ચાલતી વખતે અથવા કામ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવો અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. થોડીક ક્ષણોની અસાવધતા કે બેદરકારી મોટા અકસ્માત કે જાનલેવા ઈજાનું કારણ બની શકે છે, તેથી આવી જગ્યાઓએ હંમેશા જાગરૂક રહેવું જરૂરી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular