કલ્યાણપુરના નાવદ્રા ગામે યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હેમતભાઈ મેરામણભાઈ રાઠોડ (ઉ.વ.37) નામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યારબાદ વધુ સારવાર માટે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને હૃદયરોગનો હુમલો આવી જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે મોહનભાઈ અમરાભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


