Saturday, September 12, 2026
Homeરાજ્યહાલારબસમાંથી વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપી લેતી ખંભાળિયા પોલીસ

બસમાંથી વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપી લેતી ખંભાળિયા પોલીસ

દારૂના 94 ચપલા સહિત કુલ રૂા.26,074 નો મુદ્દામાલ કબ્જે : સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ

ખંભાળિયા પોલીસે બસમાંથી એક શખ્સને 94 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લઇ રૂા.26,074 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાના અનુસંધાને ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ શુક્રવારે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સ્ટાફના જેઠાભાઈ પરમાર અને અરજણભાઈ આંબલીયાને બાતમીના આધારે સુરતથી ખંભાળિયા તરફ આવતી સમય ટ્રાવેલ્સની બસને જૂના આર.ટી.ઓ. સર્કલ પાસે બ્રિજ નીચે જાહેર રોડ પર રોકી તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -

આ તપાસ દરમિયાન બસમાંથી કાના નથુભાઈ ભોચિયાના કબજામાંથી વિદેશી દારૂના રૂપિયા 16,074 ની કિંમતના સીલપેક 94 ચપલા અને રૂા. 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. 26,074નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.એસ.આઈ. જે.ટી. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. પ્રાથમિક તપાસમાં દારૂ સુરતથી ખંભાળિયા તરફ લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવમાં આરોપી કાના નથુભાઈ ભોચિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો આશિષ ચૌધરી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે ગુનો નોંધી, આરોપી આશિષને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular