Saturday, September 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાં 12 જુગાર દરોડામાં 38 મહિલા સહિત 83 શખ્સો જુગાર...

જામનગર શહેર જિલ્લામાં 12 જુગાર દરોડામાં 38 મહિલા સહિત 83 શખ્સો જુગાર રમતા ઝડપાયા

સીટી સી પોલીસે જામનગર શહેરના ભાગ્યોદય સોસાયટી શિવનગર શેરી નં.7માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ દરમિયાન મુકેશપુરી ઉમેદપુરી ગોસ્વામી, અરવિંદ મોહન વાઢેર, ધવલ સુભાષ ગોસાઇ, ભાવેશ રાજુ ડાભી, વિપુલ હેંમત દાણીધારીયા, હરદિપ સુભાષ ગોસાઇ, રાહુલપુરી ઉમેદપુરી ગોસ્વામી નામના સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.70200ની રોકડ તથા રૂા.30500ની કિંમતના સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂા.1,00,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

બીજો દરોડો જામનગર પંચ કોશી બી ડિવિઝન પોલીસને ખોજાબેરાજા ગામે તીનપતીનો જુગાર રમાતો હોવાની મળેલ બાતમીના આધારે રેઇડ દરમિયાન રણજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, દેવરાજ ખેરાજ પીંગળસુર, શૈલેષ પોપટ ડાંગર, અમીતસિંહ ચંદુભા વાઘેલા નામના ચાર શખ્સોને રૂા.21190ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન કારા કુંભા ભરવાડ, મૈયા લખુ ભરવાડ, મેઘા દેસા પીગળસુર, ચંદ્રેશ ભુટા ભરવાડ નામના ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

ત્રીજો દરોડો જામનગર શહેરમાં સરલાબેન ત્રિવેદી આવાસના પાર્કીગમાંથી સીટી સી પોલીસે રેઇડ દરમિયાન 10 મહિલાઓને રૂા.28950ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી.

- Advertisement -

ચોથો દરોડો જામનગર શહેરમાં મહાકાળી સર્કલ રાવલવાસ, ભગવતી પાન પાસેથી સીટી સી પોલીસે રેઇડ દરમિયાન સીજા જીજા ચારણ, પુંજા લાખા ચારણ, ઘનશ્યામસિંહ ધીરૂભા જાડેજા નામના શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.10170ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો દરોડો જામનગર શહેરના ગોકુલનગર અયોઘ્યાનગર શેરી નં.9માંથી સીટી સી પોલીસે રેઇડ દરમિયાન 9 મહિલાઓને રૂા.12070ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગરના મોરકંડા રોડ સનસીટી-1 શેરી નં.8માંથી સીટી એ પોલીસે રેઇડ દરમિયાન રાજેશ વિક્રમ વિઠ્ઠલાણી તથા ચાર મહિલાઓ સહિત પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.11200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

સાતમો દરોડો જામનગરના શંકરટેકરી, રામનગર શેરી નં.2માંથી સીટી સી પોલીસે રેઇડ દરમિયાન ઉમેદ દયાળજી ઝાલા, પીઠા અમા રવસી, સતુભા પ્રવિણસિંહ ઝાલા, સંજય ધીરૂ નંદા, ભવ્ય મનસુખ ધોકીયા, ગોવિંદ ભીખા પરમાર નામના 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.18170ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો જામજોધપુરના શેઠવડાળાના ધ્રાફા ગામે સતીયાઇ મંદિર પાસેથી શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન 15 મહિલાઓને રૂા. 7390ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી.

નવમો દરોડો જામજોધપુરના કડબાલ ગામની સીમમાંથી શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન પ્રવિણ રાજા વિઝુંડા, હસમુખ લખમણ બરાઇ, મેપા પબા ઘેડ, પરબત ધરણાંત ડાંગર, દાના વજશી બરાઇ, નામના પાંચ શખ્સોને રૂા.10250ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો જામજોધપુરના પાટણ ગામે દુધની ડેરી વાળી શેરીમાંથી જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન ધના કડવા ઉર્ફે કવા ઘોયલ, મનસુખ ઉર્ફે ભાયા હમીર કુડેચા, વિપુલ કારા વાઘેલા, મગન કડવા ઉર્ફે કવા ઘોયલ નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.15460ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અગ્યારમો દરોડો જામનગર શહેરમાં 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમિયાન દિલીપસિંહ ચંદુભા પઢીયાર, મહિપતસિંહ ચંદુભા પઢીયાર, દિપસિંહ જુવાનસિંહ રાઠોડ, કાનજી ખજુરીયા ખાનીયા, નયન મોહન ખાનીયા, હર્ષલ નવીન ભદ્રા, રમેશ વિઠલ મંગે, મોહન મીઠુ ખાનીયા, કિરીટ બાબુ લખતરીયા, મનીશ નગીનદાસ ગોંડલીયા નામના 10 શખ્સોને રૂા.10470ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

બારમો દરોડો જામજોધપુરના કોટડા બાવીસી ગામે કણસાગરા ફળીમાંથી જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન કેવીન ગોરધન કંટારીયા, પરાગ અરવિંદ નગારીયા, અજય મુકેશ પંચાસરા, બ્રિજેશ ચીમન ડેલવાડીયા, યોગેશ જગદીશ નગરીયા નામના પાંચ શખ્સોને રૂા.10500ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular