Saturday, September 12, 2026
Homeરાજ્યજામનગરબેશુઘ્ધ અવસ્થામાં મળી આવેલ અજાણ્યા વૃઘ્ધનું સારવાર દરમિયાન મોત

બેશુઘ્ધ અવસ્થામાં મળી આવેલ અજાણ્યા વૃઘ્ધનું સારવાર દરમિયાન મોત

જામનગરમાં જુના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી બેશુઘ્ધ અવસ્થામાં મળી આવેલ અજાણ્યા વૃઘ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની ઓળખ તથા વાલી-વારસ અંગે શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના જુના એસ.ટી. બસ સ્ટેશન ખાતેથી તા.10ના અંદાજે 70 વર્ષના અજાણ્યા વૃઘ્ધ બેભાન અવસ્થામાં મળી આવતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાંનુ: ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશગીરી લાલગીરી ગોસાઇ દ્વારા પોલીસને જાણ કરતા સીટી એ હે.કો. વાય.એન. સોઢા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. પોલીસ દ્વારા મૃતક વૃઘ્ધની ઓળખ તથા વાલી-વારસ સહિતના મુદે તપાસ હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular