Friday, September 11, 2026
Homeરાજ્યહાલારધ્રોલ પંથકમાં વૃદ્ધને વીજકરંટ લાગતા મોત

ધ્રોલ પંથકમાં વૃદ્ધને વીજકરંટ લાગતા મોત

ઈલેકટ્રીક મોટરનો વાયર રીપેર કરતી વખતે બનાવ : સારવાર દરમિયાન મૃત્યુ

ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામની સીમમાં આવેલી વાડી ખાતે ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વેળાએ અચાનક કરંટ લાગતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જાળિયા માનસર ગામના હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયા (ઉ.વ. 65) ની ખીજડિયા ગામની સીમમાં વાડી આવેલી છે. તા.10 સપ્ટેમ્બરના સાંજના છથી સાડા સાત વાગ્યાના અરસામાં તેમની ઈલેક્ટ્રિક મોટરનો વાયર સ્ટાર્ટરમાંથી નીકળી જતાં તેઓ વાયર રિપેર કરવા ગયા હતા.

દરમિયાન વાયર રિપેર કરતી વખતે અચાનક હરસુખભાઈના જમણા હાથની હથેળીના ભાગે ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસી હરસુખભાઈનું ઈલેક્ટ્રિક શોકના કારણે મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે તેમના પુત્ર પ્રકાશભાઈ હરસુખભાઈ રામોલીયાએ ધ્રોલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મૃતદેેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular