Friday, September 11, 2026
Homeરાજ્યહાલારજોગવડ સીમ વિસ્તારમાંથી હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

જોગવડ સીમ વિસ્તારમાંથી હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

રૂા.4,77,000 ની કિંમતનો 23.85 ગ્રામ હેરોઇનનો જથ્થો કબ્જે: સપ્લાયરની શોધખોળ

જામનગરના જોગવડ સીમ વિસ્તારમાં રામદૂતનગરમાં આવેલ રહેણાંક ઓરડીમાંથી મેઘપર (પડાણા) પોલીસે હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે રૂા.4,77,000 ની કિંમતનું 23.85 ગ્રામ હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો હતો.

- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી દ્વારા નશીલા પદાર્થનો વેપાર તેમજ સેવન ઉપર રોક લગાવવા આપેલ સૂચનાને અનુસંધાને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની ની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસિયાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો આ દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં જયેશ ઉનડકટની ઓરડીઓ પૈકી 11 નંબરની ઓરડીમાં ભાડેથી રહેતાં જશવંતસિંઘ પંજાબી, જગમિતસિંઘ પંજાબી અને થોમસ મસીહ નામના ત્રણ શખ્સો કેફી માદક પદાર્થની સાથે ઓરડીમાં હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઈડ દરમિયાન જશવંતસિંઘ રતનસિંઘ, થોમસ રણજીત મસિહ, જગમિતસિંઘ સરબજિતસિંઘ નામના ત્રણ શખ્સોને રૂા.4,77,000 ની કિંમતના 23.85 ગ્રામ માદક પદાર્થ ઓપીએટ (હેરોઇન, મોર્ફિન, કોડેન) સહિત કુલ રૂા.4,94,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પુછપરછ દરમિયાન માદક પદાર્થ સપ્લાયર તરીકે પંજાબના સકતરા ગામના જગરૂપસિંઘનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular