Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં 400 કરોડના વિકાસ કામોને મંજુરી

જામનગરમાં 400 કરોડના વિકાસ કામોને મંજુરી

શહેરમાં આંતર માળખાકીય કામોનો સૈઘ્ધાંતિક સ્વીકાર : લોકમેળામાં સ્ટેજ અને મંડપ માટે 10.72 લાખનો ખર્ચ મંજુર

જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની બેઠક ચેરમેન ધીરેન મોનાણીના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં રૂા.399.31 કરોડના ખર્ચને મંજુરી, રૂા.398.81 કરોડના ખર્ચને સિઘ્ધાંતીક મંજુરી અપાઇ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની બેઠક તા.10ના યોજાઇ હતી. આ બેઠકમાં સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2026/27ની ગ્રાન્ટ અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના કામો અંગે રૂા.27736.17 લાખના કામોનો સૈઘ્ધાંતિક સ્વીકાર, શહેરી સડક યોજના અંતર્ગત રૂા.5244.40 લાખના કામોનું સૈઘ્ધાંતિક સ્વીકાર, આઉટ ગ્રોથ વિસ્તારના કામો અંગે રૂા.6900.98 લાખના કામોનો સૈઘ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. તેમજ વોર્ડ નં.11 ગોકુલ હોન્ડા શોરૂમથી તિર્થ રેસીડેન્સી તથા રાજમોતી બંગ્લોઝ તરફ જતાં ટીપી સ્કીમ નં.6માં સીસી રોડ બનાવવાના કામની દરખાસ્ત પેન્ડીંગ રખાઇ હતી.

આ ઉપરાંત સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત જામનગર સિવીલ ગાર્ડન શાખા દ્વારા હાઇડ્રોલીક બે ટ્રીમીંગ મશીન ખરીદવાના કામ તેમજ બે ડ્રાઇવરો ત્રણ વર્ષ માટે એજન્સી દ્વારા આપવા અંગે રૂા.35.84 લાખ, વોર્ડ નં.રમાં ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ હોલના કામમાં બચત રકમમાંથી વધારાના કામ અંગે રૂા.3.22 લાખ, શ્રાવણી લોકમેળા 2026 અન્વયે સ્ટેજ/મંડપના કામ અંગે રૂા.10.72 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. ડામર રોડ/સીસી રોડના કામે હૈયાત પાણીની લાઇન બદલાવવાના કિસ્સામાં વોટર કનેકશનો ટ્રાન્સફર કરવા અંગેની રજૂઆત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું.

- Advertisement -

સ્ટે.કમીટી ચેરમેન ધીરેન મોનાણીના અઘ્યાક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં 8 સભ્યો ઉપરાંત ડે.મેયર રાકેશભાઇ ડેર, ડે. કમીશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, આસી. કમીશ્નર (વ) મુકેશભાઇ વરણવા ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular