Thursday, September 10, 2026
Homeવિડિઓવરસાદની ઘટ વચ્ચે ધ્રોલ તાલુકામાં બે ઈંચ વરસાદ - VIDEO

વરસાદની ઘટ વચ્ચે ધ્રોલ તાલુકામાં બે ઈંચ વરસાદ – VIDEO

ફલ્લા, જામવણથલી, જાલિયાદેવાણીમાં એક-એક ઈંચ વરસાદ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મેઘરાજાએ પુન: એન્ટ્રી કરતાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી મુરઝાતા મોલને જીવનદાન મળ્યું હતું. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. જામનગર શહેરના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીના થયા હતાં.

- Advertisement -

લાંબા વિરામ અને અપૂરતા વરસાદ વચ્ચે ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ધ્રોલ તાલુકાના કેટલાંક ગામોમાં ગઈકાલે બપોરબાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. ધ્રોલ તાલુકામાં સાંજના સમયે ત્રણ કલાકમાં બે ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાલાવડ તાલુકામાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. આ ઉપરાંત જામનગર શહેરના કેટલાંક વિસ્તારોમાં પણ ગઈકાલે બપોરે વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીંજાયા હતાં. ધ્રોલ તાલુકામાં બે ઈંચ વરસાદથી શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતાં.

 

- Advertisement -

જિલ્લાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંથી લઇ એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જામનગર તાલુકાના જામવણથલી અને ફલ્લામાં એક-એક ઈંચ તથા મોટી બાણુંગારમાં બે મિ.મી., ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં એક ઈંચ, લૈયારામાં બે મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો ન હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગઈકાલે ધ્રોલ પંથકમાં બે ઈંચ વરસાદથી ખેડૂતોના મૂરઝાતા મોલને જીવતદાન મળ્યું હતું તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ ખુશી છવાઈ હતી. મહત્વનું છે કે અગાઉ ભૂતકાળમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ થયો હોય. આ વર્ષે હજુસુધી પૂરતો વરસાદ થયો ન હોય ભાદરવામાં સારો વરસાદ થાય તેવી ખેડૂતો અને લોકો આશા રાખી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular