Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરશહેરના નવાગામ ઘેડમાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના નવાગામ ઘેડમાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

72 નંગ વિદેશી દારૂના ચપલા તથા 12 નંગ બીયરના ટીન કબ્જે : આરોપી હાજર નહીં મળી આવતા શોધખોળ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી સીટી બી પોલીસે 72 નંગ વિદેશી દારૂના ચપલા તથા 12 બીયરના ટીન ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ માડમ ફળીમાં જયેશ રમેશ ચાવડા નામના શખ્સના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે રેઇડ દરમિયાન રૂા.21600ની કિંમતના 72 નંગ વિદેશી દારૂના ચપલા તથા રૂા.1500ની કિંમતના 12 નંગ બીયરના ટીન સહિત કુલ રૂા.23100નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી જય રમેશ ચાવડા નામનો શખ્સ હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular