Thursday, September 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઈન્દિરા કોલોનીમાં યુવતીનો અગમ્યકારણોસર આપઘાત

જામનગરમાં ઈન્દિરા કોલોનીમાં યુવતીનો અગમ્યકારણોસર આપઘાત

ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ
જામનગરના એરફોર્સ રોડ, ઈન્દીરા કોલોની શેરી નંબર-5 માં રહેતી અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ ખેતીવાડી સામે, ઈન્દિરા કોલોની શેરી નંબર-5 માં રહેતાં કાજલબેન ઠાકોરભાઈ સોલંકી (ઉ.વ.21) નામની યુવતીએ તા.9 ના બપોરના સમયે પોતાના રહેણાંક મકાને ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા ઠાકોરભાઈ લખમણભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતા સિટી સી એએસઆઈ એસ.એમ. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો અને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular