Thursday, September 10, 2026
Homeરાજ્યગુજરાતબોટાદ સંપ્રદાયના પૂ.રેણુકાબાઇ મહાસતીજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના પૂ.રેણુકાબાઇ મહાસતીજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. મધુબાઇ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર. પૂ. રેણુકાબાઇ મહાસતીજી તા.9-9-2026ના રાત્રે 9-30 કલાકે માણેક ગુરૂ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, 70 વર્ષની વયે 49 વર્ષના દીક્ષા પર્યાય સહિત કાળધર્મ પામ્યા છે. આજે તા.10ને ગુરૂવારે 11-30 કલાકે પાલખી યાત્રા યોજાઇ હતી.
માતા શારદાબેન અને પિતા નગીનભાઇ શાહના ગૃહાંગણે 9-9-1955ના જન્મેલા રેણુકાબેન અમદાવાદ નારણપુરા સંઘમાં તા.12-2-1978, મહાસુદ પંચમીના આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ના શુભહસ્તે દીક્ષા અંગીકાર કરેલ. તેઓશ્રીના લઘુભગિની પૂ.દીપિકાબાઇ મ.સ.એ પણ દીક્ષા ગ્રહણ કરેલ છે. પૂ. ધીરગુરૂદેવે ગુણાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular