દ્વારકાધામના પવિત્ર જગતમંદિરમાં આજે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીની છઠ્ઠી પૂજા નિમિત્તે ધાર્મિક ભાવસભર માહોલ જોવા મળ્યો હતો. આ પૂજાના પાવન અવસરે ભગવાન શ્રી દ્વારકાધીશજીના વિશેષ પૂજન અને શણગાર સાથે ભક્તોને દર્શનનો લાભ મળ્યો હતો.
ભગવાન દ્વારકાધીશજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જગતમંદિરમાં પહોંચેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
View this post on Instagram
આ પ્રસંગે જગતમંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું. ભગવાનના પાવન દર્શન માટે આવેલા ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી તેમજ પરિવારજનોના સુખ-શાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
દ્વારકાધામમાં યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે સમગ્ર જગતમંદિર પરિસર ‘જય દ્વારકાધીશ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.


