દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં લાખાબાવળ અને આશ્રમશાળા તેમજ બાળ અદાલત તથા વિકાસ ગૃહ સહિતના 400 થી વધુ નિરાધાર, અનાથ અને આર્થિક રીતે નબળા કે જે બાળકો માટે મેળો માણવું એક સ્વપ્ન હોય એ સ્વપ્નને પૂરું કરવાનું ભગીરથ કાર્ય આ વર્ષે પણ સતત હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર લોકમેળામાં રાઇડ્સના સંચાલકો સબીરભાઈ અખાણી તેમજ અગ્રણી સેવાભાવી પ્રદીપસિંહ વાળા તથા રંગતાળી ગ્રુપના સંજયભાઈ જાની સહિતની ટીમ દ્વારા આજરોજ અનાથ નિરાધર બાળકો માટે મેળાની મોજ માણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા બાળકોને વિવિધ રાઇડ્સમાં બેસાડવામાં આવ્યા હતાં તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ તકે મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટે.કમીટી ચેરમેન ધીરેનભાઇ મોનાણી, આયોજકો સબીરભાઇ અખાણી, પ્રદિપસિંહ વાળા, સંજયભાઇ જાની, અગ્રણીઓ પ્રવિણસિંહ જાડેજા, હર્ષાબા જાડેજા, ગીરીશભાઇ અમેથીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
View this post on Instagram


