Sunday, October 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરના બેડીમાં પથ્થરમારો અને જૂથ અથડામણના આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન - VIDEO

જામનગરના બેડીમાં પથ્થરમારો અને જૂથ અથડામણના આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન – VIDEO

જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલ પથ્થરમારાની માથાકૂટના આરોપીને ઝડપી લઇ સિટી બી પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિ-ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ પથ્થરમારો અને માથાકૂટના આરોપીઓ બેડેશ્ર્વર પુલ નીચે હોવાની સિટી બી ના હેકો ક્રિપાલસિંહ સોઢા, પો.કો. જયદીપસિંહ જાડેજા તથા કલ્પેશભાઈ અઘારાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીની સૂચના અને પીઆઈ એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સિટી બી ના પીએસઆઇ એમ. એચ. મહેતા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, હે.કો. ક્રિપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા, ઓસમાણભાઇ સુમરા, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, નિલેશભાઇ ઠાકરિયા સહિતના સ્ટાફએ આરોપીઓ હુશેન હારુન છેર, કાદર હનિફ છેર, નાસીર હનિફ છેર, સુલતાન ગની છેર નામના ચાર શખ્સોને ઝડપી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી.

- Advertisement -

પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિ-ક્ધસ્ટ્રકશન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular