Wednesday, September 9, 2026
Homeરાજ્યહાલારલાલપુરના જોગવડ ગામેથી જૂગારનો અખાડો ઝડપાયો

લાલપુરના જોગવડ ગામેથી જૂગારનો અખાડો ઝડપાયો

10 શખ્સો જૂગાર રમતા ઝડપાયા : રૂા.2,33,700 ની રોકડ રકમ, મોટરસાઈકલ, મોબાઇલ ફોન, મોટરકાર સહિત કુલ રૂા.15,63,700 નો મુદ્દામાલ કબ્જે

લાલપુરના જોગવડ ગામેથી પોલીસે જૂગારના અખાડામાંથી રેઈડ દરમિયાન 10 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2,33,700 ની રોકડ રકમ, મોટરસાઈકલ, મોબાઇલ ફોન, મોટરકાર સહિત કુલ રૂા.15,63,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં સુમાત દેશુર ગોજિયા નામનો શખ્સ પોતાના કબ્જા ભોગવટાની વાડીએ બહાથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસે રેઈડ દરમિયાન સુમાત દેશુર ગોજિયા, નિલેન હસમુખ વાઘેલા, નરેશ રામદે બંધિયા, પિયુષ કારુ બડિયાવદરા, જયદીપ મગન રામાવત, રાજેશ કરશન કરંગીયા, વલ્લભ હરદાસ કરમુર, ભરત કરશન કરંગીયા, ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા, પાલા પીઠા કરમુર નામના 10 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.

રેઈડ દરમિયાન પોલીસે રૂા.2,33,700 ની રોકડ રકમ, રૂા.1 લાખની કિંમતના બે મોટરસાઈકલ, રૂા.10 લાખની કિંમતની બે મોટરકાર, રૂા.2,30,000ની કિંમતના નવ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.15,63,700 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular