જામનગરના સાધના કોલોની જલારામ મંદિર નજીક ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી એક શખ્સે જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જલારામ મંદિર નજીક એલ-46 બ્લોકમાં રહેતા કૌશલભાઇ વિનોદભાઇ પંડયાએ કરણ અનીલ જોગલ, ભુરો, યુવરાજ, હર્ષ નંદા સહિતના વિરૂઘ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી કરણે ફરિયાદીને ફોન કરી કહ્યું હતું કે અમને ન ગમતા માણસો સાથે રહેતો નહીં અને તેને તારા ઘરે લઇ જતો નહીં તેમ કહી અપશબ્દો કહ્યા હતાં. ત્યારબાદ ભુરો, યુવરાજ અને હર્ષ નામના ત્રણ શખ્સો સ્કૂટરમાં આવી ધોકા અને છરી વડે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીનો મોબાઇલ તોડી નાખી નુકશાની કરી હતી. તેમજ યુવરાજે જતા જતા ધમકી આપી હતી. કે કરણને ગાળ આપતો નહી નહીંતર જાનથી પતાવી દઇશું આ અંગે પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


