Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારજિલ્લામાં 11 જૂગાર દરોડામાં 12 મહિલા સહિત 59 પત્તાપ્રેમી ઝડપાયા

જિલ્લામાં 11 જૂગાર દરોડામાં 12 મહિલા સહિત 59 પત્તાપ્રેમી ઝડપાયા

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગોકુલનગર શેરી નંબર 3-4 માંથી સિટી સી પોલીસે રેઈડ દરમિયાન ઈમ્ત્યિાઝ શબ્બીર પઠાણ, હરેશ નાનજી ધંધુકિયા, રાજુ ઘેલા ઝીંઝુવાડિયા, રવિ અશોક રાઠોડ, હસુ નાનજી ધંધુકિયા, વિશા હંસરાજ લુદડિયા તથા ચાર મહિલાઓ સહિત કુલ 10 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.47,200 ની રોકડરકમ, રૂા.60,000 ની કિંમતનું મોટરસાઈકલ, રૂા.20,500ની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.1,27,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

બીજો દરોડો, જામનગરના 54 દિગ્વીજય પ્લોટ વિશ્રામ વાડી ચોક શિવમ એપાર્ટમેન્ટ પાસેથી સિટી એ પોલીસે હિમત અશ્ર્વિન કટારમલ, જયેશ અરવિંદ તેજપાલ તથા ચાર મહિલાઓ સહિત કુલ 6 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10190 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગરના રામનગર વિસ્તારમાં સિટી બી પોલીસે રેઈડ દરમિયાન સુલતાન મામદ સફીયા, જાવીદ સરીફ સફીયા, સાબાજ શબ્બીર સફીયા નામના ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.750 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ચોથો દરોડો, જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન દેવાણંદ નારણ કરંગીયા, મનસુખ સોમા કરંગીયા, અશોક રામા બરડિયાવદરા, નિતેશ રાજશી ભાટીયા નામના ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.4580 ની રોકડરકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન સંજય અરજણ કરંગીયા તથા કિશોર દેવાયત કરંગીયા નામના બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

પાંચમો દરોડો, કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન મનસુખ લખમણ પરમાર, હુશેન જુમા શેખ તથા બે મહિલાઓ સહિત કુલ ચાર શખ્સોને રૂા.4450 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી.

- Advertisement -

છઠ્ઠો દરોડો, કાલાવડના આંબેડકરનગર વિસ્તારમાંથી કાલાવડ ટાઉન પોલીસે રેઈડ દરમિયાન નિકુંજ ભગવાનજી ચાવડા, મહેશ મલજી રાઠોડ, સાગર રમેશ શુકલ, કિરીટ નાથા શુકલ, મનોજ માધા શેખા નામના પાંચ શખ્સોને રૂા.4160 ની રકડ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, ધ્રોલમાં યા પીર જવાના રસ્તે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન હુશેન અબ્દુલ બોઘા, જાવીન અબ્બાશ સુમાણિયા નામના બે શખ્સોને રૂા.2070 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી.

આઠમો દરોડો, લાલપુરના બાઘલા ગામ મોટાપીરની દરગાહ પાસેથી પોલીસે રેઈડ દરમિયાન વિશાલ અરવિંદ રૂપાપરા, રમેશ બાબુ ભટ્ટી, બસીર ઓસ્માણ નાઇ, કરણ મેઘા ખાટરિયા, કારા હાજી સમા, રઘુ આંબા ગોસરિયા, રહીમ હોથી નાઇ નામના સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.16540 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નવમો દરોડો, જામનગરના સાતનાલા સદગુરૂ સોસાયટી હુશેની ચોકમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન દિલીપ ધાલુમલ સામનાણી, હબીબ ઉમર બ્લોચ, ધર્મેશ બળવંત ચૌહાણ, હુશેન યુસુફ સમા, હસન હમીદ કુરેશી, રફિક હુશેન ખુરેશી, ઈશાક જુમા ગજણ નામના સાત શખ્સોને રૂા.31,500 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

10મો દરોડો, જામજોધપુર પોલીસે ઘાસના ગોડાઉન પાસેથી રેઈડ દરમિયાન મેહુલ વસતા પાટડિયા, ચંદ્રેશ કિશોર વલાણિયા, કાનજી જીકા વાઘેલા, ભાવેશ અશોક ડાભી, પ્રકાશચંદ્ર ભૂપત લુદરિયા નામના પાંચ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.13,400 ની રોકડ રકમ તથા રૂા.35,000 ની કિંમતના મોટરસાઈકલ સહિત કુલ રૂા.48,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન ભરત ધામેચા અને રમેશ મંગા લુદરિયા નામના બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.

11મો દરોડો જામનગરના માધાપરભુંગા દિગ્વીજય સ્લોટ વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન શબ્બીર રજાક સુંભણિયા, પ્રકાશ સાદુર મોમાણી, અસ્લમ અનવર સંઘાર, મોહસીન હારુન સેડાત નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.15300 ની રોકડ રકમ, રૂા.50,000 ની કિંમતનું એકટીવા સહિત કુલ રૂા.65,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular