Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરના એક ખાનગી કિલનિકમાં નિયમોનો ઉલાળિયો, ઉઘાડી લૂંટ

જામનગરના એક ખાનગી કિલનિકમાં નિયમોનો ઉલાળિયો, ઉઘાડી લૂંટ

જામનગરમાં વાલકેશ્વરીમાં આવેલા એક જાણીતા તબીબના કિલનિકમાં કાયદા નિયમોનો ઉલાળિયો કરવામાં આવતી હોવાની ફરિયાદ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ અને જિલ્લા કલેકટરને કરવામાં આવેલી ફરિયાદમાં જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ જણાવ્યુ છે કે વાલકેશ્વરીમાં આવેલા ડૉ. જય ભટ્ટના આર્ય ગેસ્ટ્રો કિલનિકમાં સરકારી કાયદા કે નિયમોનો કોઇ પાલન કરવામાં આવતું નથી. તેમજ કિલનિક દ્વારા ખુબજ ઉચી ફી વસુલવામાં આવે છે. આ ઉપરાંત એન્ડોસ્કોપી, એમઆરઆઇ, લેબોરેટરી, એકસ-રે જેવા બિનજરૂરી રિપોર્ટ કઢાવવાની દર્દીઓને ફરજ પાડવામાં આવે છે જેથી ગરીબ અને લાચાર દર્દીઓ મોટા આર્થિક ખાડામાં ઉતરી જાય છે. દર્દીઓની મજબુરીનો લાભ લઇને તેમને ઇમોશનલી લૂંટવામાં આવતા હોવાનું પણ આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ જામનગર અને દ્વારકાની અનેક ખાનગી હોસ્પિટલો અને કિલનિકમાં સરકારી કાયદા નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. કિલનિકમાં ડૉકટરની ફી સહિતના ચાર્જનું ડિસ્પ્લે બોર્ડ મૂકવાનો નિયમ હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી. દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. આવા કિલનિક સારવારમાં પારદર્શિતા દર્શાવતી નથી. તેમજ દર્દીઓને વાત ગળે ઉતરે તે રીતે સમજાવવામાં પણ આવતું નથી. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કોઇ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે દર્દીઓ લાચારી અનુભવી રહયા છે.

ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ જામનગરમાં આર્યગેસ્ટો કિલનિક સહિતના ખાનગી ડૉકટરોની કિલનિકોમાં કડક તપાસણી કરી અને નિયમોની અમલવારી કરાવવા તેમજ જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular