Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ ચેતજો...! 353 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો- VIDEO

જામનગરવાસીઓ ચેતજો…! 353 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો- VIDEO

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા તહેવારો પૂર્વે શહેરમાંથી 1353 કિલો અખાદ્ય જથ્થો ઝડપી લઇ તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વાસી ફુડ અંગે 14 પેઢીઓને કુલ રૂા.22500નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત એક ડેરીમાંથી દહીંનો નમુનો લેવાયો હતો. જે સબસ્ટાન્ડર્ડ આવતા કેસ દાખલ કરાયો છે.

- Advertisement -

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શહેરભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કમિશ્નર દિપેશ કેડીયાના માર્ગદર્શન હેઠળ શહેરીજનોની સુખાકારી માટે હેલ્થી/હાઇઝીન ફુડ તથા ફાસ્ટફુડ/ રેકડીઓમાં વપરાતા ખાદ્યતેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા હોટલ રેસ્ટોરન્ટમાં વાસીફુડ અંગે તપાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફુડ વિભાગની ટીમ દ્વારા ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગસ પાર્ક, હોસ્પિટલ રોડ, જુના રેલ્વે સ્ટેશન, ખંભાળિયા ગેઇટ, ખોડીયાર કોલોની, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, લીમડા લાઇન, શરૂ સેકશન રોડ, પી.એન. માર્ગ, બર્ધનચોક, સેન્ટ્રલ બેંક, બેડી, ઢીંચડા રોડ, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધી, ગુલાબનગર, રાજપાર્ક, લાલવાડી, હાપા સહિતના વિસ્તારોમાં કુલ 152 પેઢીમાં તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

 
આ 152 પેઢીમાં હાથ ધરાયેલ ચેકીંગમાં કુલ 353 કિલો વાસી જથ્થો અનહાઇઝેનીક ક્ધડીસનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પાંચ પેકેટ એકસ્પાયરી ડેટ વાળા પેકેટ જણાતા તેનો નાશ કરાયો હતો. તથા 147 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો. ખરાબ તેલની વાસ સહિતના મુદે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 14 પેઢીઓને વાસી ફુડ બદલ રૂા.22500નો દંડ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન 139 જેટલા ખાદ્ય ચીજોના સેમ્પલ લઇ તપાસ અર્થે ઢીંચડા ખાતે મોકલવામાં આવ્યા હતાં અને 7 સેમ્પલ વડોદરા લેબોરેટરીમાં ટેસ્ટીંગ અર્થે મોકલવામાં આવ્યા હતાં.
 
એક ડેરીમાંથી દહીંનો નમુનો લેવામાં આવ્યો હતો તે સબસ્ટાન્ડર્ડ આવેલ સદર એડજ્યુકેટીંગ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ એક પ્રીમાયસીસમાં વગર લાયસન્સ ધંધો કરતા ફસાઇ રૂલ્સ મુજબ ગુન્હો દાખલ કર્યો જેથી એડજ્યુકેટીંગ કોર્ટમાં કેસ દાખલ કર્યો જેથી એડજ્યુકેટીંગ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિવિધ શાળાઓ અને તેની આજુબાજુ પણ તપાસ કરી પાણી અને ખાદ્ય પદાર્થના નમુના લઇ તપાસ અર્થે મોકલાયા હતાં.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular