Monday, August 31, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત

પાંચ દિવસ પહેલાં ઘર પાસે દવા ગટગટાવી : સારવાર દરમ્યાન મોત : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામનગર શહેરમાં બાઇની વાડી, આંબેડકરવાસ વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના બાઇની વાડી પાસે આંબેડકરવાસમાં રહેતાં અને મજુરીકામ કરતાં ગોવિંદભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ.46) નામના શ્રમિક યુવાને ગત્ તા. 26ના રોજ સાંજના સમયે તેના ઘર પાસે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નયનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. વી. બી. કાનાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular