Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારરાવલમાં અકળ કારણોસર યુવાને ગળફાંસો ખાઇ કરી આત્મહત્યા

રાવલમાં અકળ કારણોસર યુવાને ગળફાંસો ખાઇ કરી આત્મહત્યા

કલ્યાણપુરના રાવલ ગામમાં રહેતાં યુવાને શનિવારે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા લખમણભાઈ સામતભાઈ ચૌહાણ (ઉ.વ. 20) નામના યુવાને ગઈકાલે શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક વાડામાં સાગના ઝાડની ડાળીમાં સાંકળ બાંધીને પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા સામતભાઈ રામશીભાઈ ચૌહાણએ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના આત્મહત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular