Monday, August 10, 2026
Homeરાજ્યહાલારવાડીનાર રોડ પર મોપેડની હડફેટે યુવાનનું મોત

વાડીનાર રોડ પર મોપેડની હડફેટે યુવાનનું મોત

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતાં યુવાન કે.પી.ટી. સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે અને બેફિકરાઇથી આવી રહેલા મોપેડચાલકે હડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવ અંગે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.49) નામના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રામેશ્વર રોડ પર પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે37 આર 9255 નંબરના મોપેડના ચાલકે તેમને હડફેટે લેતા તેમને માથાના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયસિંહની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી નાસી ગયેલા મોપેડના ચાલક સામે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular