ઓખામંડળના સુરજકરાડી ગામમાં રહેતાં વૃદ્ધને શરીરમાં ચેપ લાગતાં બિમારી થયા હતા. આ બિમારીથી કંટાળી જઇ ગઇકાલે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા સાજાભાઈ રણમલભાઈ વારસાકિયા (ઉ.વ.62) નામના વૃદ્ધને શરીરના ભાગે ઇન્ફેક્શન થઈ જતા આ બીમારીથી કંટાળીને તેમણે રવિવારે પોતાના ઘરે પોતાના હાથે છતના લાકડામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર વિશાલભાઈ વારસાકીયાએ મીઠાપુર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવહી આદરી હતી.


