Saturday, July 18, 2026
Homeરાજ્યહાલારબાઇક આડે ભુંડ ઉતરતા બાઇક સ્લીપ થતાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

બાઇક આડે ભુંડ ઉતરતા બાઇક સ્લીપ થતાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

હમાપર ગામથી ધ્રોલ જતાં માર્ગ પરથી બાઇક લઇને પસાર થતાં વૃદ્ધને અચાનક ભુંડ આડું ઉતરતાં મોટરસાયકલ સ્લીપ થયું હતું. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલે ખસેડાયા હતાં જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ કાલાવડ તાલુકાના અરલા ગામના અને હાલ ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતાં સુરેશભાઇ દેવશંકરભાઇ જોષી (ઉ.વ. 62) નામના વૃદ્ધ ગત્ તા. 09ના પોતાનું જીજે03 એએમ 7175 નંબરવાળું મોટરસાયકલ લઇ પોતાની દીકરીના ઘરે જશાપર ગામ ખાતે ગયા હતા. ત્યાંથી પરત પોતાના ઘરે જતાં હતાં ત્યારે હમાપર ગામથી ધ્રોલ તરફ જયંતીભાઇ મંઢની વાડી પાસે પહોંચતા રોડ ઉપર અચાનક ભુંડ આડું ઉતર્યું હતું. જેથી તેમનું મોટરસાયકલ સ્લીપ થઇ જતાં માથા, શરીર અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તા. 18ના તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે કિશનભાઇ જોષી દ્વારા જાણ કરાતા ધ્રોલના હે.કો. ડી. પી. વઘોરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular