Saturday, August 8, 2026
HomeવિડિઓViral VideoPresent sir.. જેના બદલે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ અનોખી...

Present sir.. જેના બદલે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ અનોખી ‘સેલ્ફ એટેન્ડન્સ’ ટેકનિક ! – VIRAL VIDEO

આજના આધુનિક યુગમાં જ્યાં દરેક વસ્તુ સ્માર્ટ અને ક્રિએટિવ બની રહી છે, ત્યારે શિક્ષણ જગતમાં પણ એક ક્રાંતિકારી બદલાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે, જેમાં પરંપરાગત રીતે લેવાતી હાજરી (Attendance) ની પદ્ધતિને સાવ બદલી નાખવામાં આવી છે. ‘રોલ નંબર 1… પ્રેઝન્ટ સર!’ની સીસ્ટમને બાય-બાય કહીને હવે બાળકો પોતાની હાજરી જાતે પૂરી રહ્યા છે.

- Advertisement -

શું છે આ વાયરલ ‘સેલ્ફ એટેન્ડન્સ’ ટેકનિક?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર્ગખંડની દીવાલ પર એક ખૂબ જ આકર્ષક અને રંગબેરંગી ‘સેલ્ફ-એટેન્ડન્સ બોર્ડ’ બનાવવામાં આવ્યું છે. આ બોર્ડ પર ધોરણ-5 ના દરેક વિદ્યાર્થીના નામ સાથે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા લગાવેલા છે.

- Advertisement -

જ્યારે પણ કોઈ બાળક સવારે સ્કૂલે આવે છે, ત્યારે તે સીધું પોતાના ફોટા પાસે જાય છે અને તેની ઉપર રાખેલા કાર્ડને ફ્લિપ કરીને ‘P’ (Present )સેટ કરે છે. જે બાળક ગેરહાજર હોય, તેના ફોટા પર આપોઆપ ‘A’ (Absent) દેખાઈ આવે છે.

- Advertisement -

સોશિયલ મીડિયા યુઝર્સ આ અનોખા પ્રયોગના ભરપૂર વખાણ કરી રહ્યા છે, કારણ કે આ માત્ર એક ગેમ નથી પરંતુ તેની પાછળ મોટું મનોવિજ્ઞાન છુપાયેલું છે સવારે આવીને પોતાની હાજરી જાતે પૂરવાથી બાળકોમાં નાનપણથી જ સેલ્ફ-ડિસિપ્લિન અને પોતાની જવાબદારીનો અહેસાસ થાય છે.દરરોજ સવારે બોર્ડ પર જઈને પોતાના ફોટા સામે ‘હાજર’ માર્ક કરવું એ બાળકો માટે એક મનોરંજક પ્રવૃત્તિ બની જાય છે, જે તેમનામાં સ્કૂલે આવવાનો ઉત્સાહ વધારે છે.સામાન્ય રીતે વર્ગખંડમાં 30 થી 40 બાળકોની હાજરી પૂરવામાં શિક્ષકોની 10 થી 15 મિનિટ બગડતી હોય છે. આ પદ્ધતિથી શિક્ષક માત્ર એક જ નજરમાં બોર્ડ જોઈને જાણી શકે છે કે કોણ હાજર છે અને કોણ ગેરહાજર!

#SelfAttendance હેશટેગ સાથે વાયરલ થઈ રહેલા આ વીડિયોને લાખો વ્યુઝ અને હજારો લાઈક્સ મળી રહ્યા છે. લોકો કોમેન્ટ્સમાં કહી રહ્યા છે કે સરકારી અને ખાનગી બંને પ્રકારની શાળાઓમાં પ્રાથમિક સ્તરે આ ટેકનિકનો અમલ કરવો જોઈએ. આ પ્રયોગ સાબિત કરે છે કે શિક્ષણને બોજ વગરનું અને આનંદદાયક બનાવવા માટે મોટા બજેટની નહીં, પણ માત્ર એક નાના અને સ્માર્ટ આઈડિયાની જરૂર હોય છે!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular