Tuesday, November 3, 2026
HomeUncategorizedહદ કરી નાખી ! પાસપોર્ટ જોઈને પોલીસ-ઓફિસર પણ ચોંકી ગયા..... - VIRAL...

હદ કરી નાખી ! પાસપોર્ટ જોઈને પોલીસ-ઓફિસર પણ ચોંકી ગયા….. – VIRAL VIDEO

આજના ડિજિટલ યુગમાં પણ ઘણા લોકો મહત્વના નંબર કે હિસાબ-કિતાબ કાગળ પર લખવાની ટેવ ધરાવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ સરકારી દસ્તાવેજને જ નોંધપોથી બનાવી દેવામાં આવે ત્યારે ભારે આશ્ચર્ય સર્જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો જ કિસ્સો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

- Advertisement -


કેરળમાં એક વ્યક્તિ પોતાના પાસપોર્ટને રીન્યુ કરાવવા માટે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યો હતો. જ્યારે પાસપોર્ટ ઓફિસરે તે વ્યક્તિનો પાસપોર્ટ ખોલીને તપાસ્યો, ત્યારે તેઓ અવાક રહી ગયા. પાસપોર્ટના પાછળના પાનાઓ પર વિઝા સ્ટેમ્પને બદલે ઘરના રોજના હિસાબ-કિતાબ, ખર્ચના આંકડા અને સ્વજનોના ફોન નંબર હાથેથી લખેલા જોવા મળ્યા હતા.આ રસપ્રદ અને વાઇરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @dksardana નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાસપોર્ટ ધારકે તેને ડાયરીની જેમ ઉપયોગમાં લીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી રહ્યો છે અને નેટીઝન્સ આ વીડિયો જોઈને રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, સરકારી દસ્તાવેજો પર આ પ્રકારનું લખાણ કરવું કાયદાકીય રીતે અયોગ્ય છે અને તેનાથી દસ્તાવેજ અમાન્ય પણ થઈ શકે છે, પરંતુ આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર લોકોને ભારે મનોરંજન પૂરું પાડ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular