Tuesday, November 3, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના યુવાને અકળ કારણોસર એસિડ ગટગટાવ્યું

ખંભાળિયાના યુવાને અકળ કારણોસર એસિડ ગટગટાવ્યું

પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ : કેનેડીના વૃધ્ધાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત : પોલીસ દ્વારા કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નવાપરા વિસ્તારમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહેતાં વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના નવાપરા શેરી નંબર-2 માં રહેતાં હર્ષ બાબુલાલ નકુમ (ઉ.વ.26) નામના યુવાને અગમ્યકારણોસર તેના ઘરે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે કિશનભાઈ નકુમ દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહેતાં લક્ષ્મીબેન છગનભાઈ ડાભી (ઉ.વ.70) નામના વૃધ્ધાની માનસિક સ્થિતિ સારી ન હતી. દરમિયાન સોમવારે વૃદ્ધાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લેતા તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર પરશોતમભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular