Tuesday, November 3, 2026
Homeરાજ્યહાલારઓખા નગર પાલિકાના પ્રમુખ તરીકે હાડાભા માણેક

ઓખા નગર પાલિકાના પ્રમુખ તરીકે હાડાભા માણેક

ઉપપ્રમુખ તરીકે અલના હસન થૈમ : કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ગોહિલ બિનહરીફ : પબુભા માણેક દ્વારા હોદેદારોને શુભેચ્છા

ઓખા નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણી આજે ઓખા નગરપાલિકાનાં સભાખંડ ખાતે યોજાઈ હતી. દ્વારકાના પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હાડાભા બાબુભા માણેક અને ઉપપ્રમુખ તરીકે અલાના હસન થૈમ તેમજ કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ગોહીલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં નગરપાલિકાનાં 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. આ સભામાં ધારાસભ્ય પબુભા માણેક તેમજ ભાજપનાં હોદેદારો હાજર રહ્યા હતા. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખનું પદ સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હતું. શાસનના પ્રથમ અઢી વર્ષ માટેની રચનાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular