જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી યુવતી જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા બાદ સાજી થઇ જતાં હોસ્પિટલેથી લાપત્તા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી નૂરીબેન નાસીરભાઇ સોઢા (ઉ.વ.21) નામની પરિણીતા યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મજબૂત બાંધાની, રૂપાળા વાનની, આઠ ધોરણ પાસ મૈથીલી તથા હિન્દી ભાષા જાણતી અને ગુલાબી ડ્રેસ પહેરેલી યુવતી ગત્ તા. 10ના રોજ રાત્રિના સમયે જી. જી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ લાપત્તા થઇ ગઇ હતી. હોસ્પિટલમાંથી રજા બાદ ઘરે પરત ન ફરતાં યુવતીના પતિ સહિતના પરિવારજનો દ્વારા સગા-સંબંધી અને મિત્ર વર્તૂળમાં યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે પતિ નાસિરભાઇ દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા હે.કો. એસ.પી.ચૌહાણ તથા સ્ટાફે શોધખોળ આરંભી હતી.


