જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતા ક્રિકેટમેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતા શખ્સને રૂા. 71,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની મેઇન રોડ ઉપર જાહેરમાં એક શખ્સ મોબાઇલ ફોનમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે રમાતા ક્રિકેટમેચના પ્રસારણ ઉપર જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન અંકુર મનોજ પરમાર (ઉ.વ.29) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પોલીસે રૂા. 1600ની રોકડ રકમ અને રૂા. 70 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 71,600નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સની પૂછપરછ દરમ્યાન જુગારની માસ્ટર આઇડી આપનાર વિશાલ ભારદિયા (જામનગર), અભિષેક રાજાણી (અમદાવાદ) અને અભિષેકનો મિત્ર સહિતના ત્રણ શખ્સોના નામ ખુલ્યા હતાં. જેથી પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


