જામનગરના શ્રીજી ગેસ્ટ હાઉસમાં યુવાનની તબિયત લથડતાં સારવારઅર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજતા આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના જય સ્ટુડિયોની સામે, રામનગર, બેડેશ્વરમાં રહેતો વિપુલ ગોગન લીંબડ (ઉ.વ.27) નામનો યુવાન ગત્ તા. 12 જુલાઇના રોજ રાત્રિના સમયે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 313માં તબિયત લથડતાં સારવાર અર્થે જી. જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભરતભાઇ ગોગનભાઇ લીંબડએ જાણ કરતા સિટી ‘બી’ના એએસઆઇ પી. કે. ગુઢકા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.


