જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલા મંદિરની દિવાલ ટપી અજાણ્યા તસ્કરોએ દાનપેટી તોડી રૂા. 15 હજારની રોકડ રકમની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
આ ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના માધવબાગ-1ની શેરી નંબર 6માં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાં ગત્ તા. 29ની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરની દીવાલ ટપી અંદર પ્રવેશ કરી મંદિરમાં રહેતી દાનપેટી તોડી તેમાંથી રૂપિયા 15 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં મંદિરના પૂજારી કેશવદાસ કાપડીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


