ભાણવડમાં રહેતાં ભાજપના આગેવાનને છેલ્લા ત્રણ વર્ષથી બિમાર હતાં. દરમ્યાન તેઓની તબિયત લથડતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું.

આ બનાવની વિગત મુજબ ભાણવડના ત્રણ પાટિયા વિસ્તારમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન ખીમાભાઈ વિક્રમભાઈ જોગલ (ઉ.વ. 53)ને છેલ્લા ત્રણેક વર્ષથી વિવિધ બીમારીઓના કારણે ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર કપિલભાઈએ ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે. ગઇકાલે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, હોદ્દેદારો જોડાયા હતા.


