જામનગરના કે.વી.રોડ ઉપર આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસને જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મૂળ ઝારખંડના રાંચી જિલ્લાના ડોલાય ચામુંડા ગામના અને હાલ જામનગરના કે.વી. રોડ ઉપર આવેલા સિદ્ધનાથ કોમ્પ્લેક્ષના શ્રીજી ગેસ્ટ હાઉસમાં રહેતાં રાહુલ કુમારસિંહ નકુલસિંહ (ઉ.વ.32) નામના યુવાને ગત્ તા. 04ના રાત્રિના સમયે રૂમમાં છતમાં લગાડેલ પંખામાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના તબીબોએ તેનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે રૂપેશ ઉપેન્દ્ર મંડલ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી મૃતક યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી. આ અંગે સિટી ‘બી’ હે.કો. પી. કે. વાઘેલા દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


