Saturday, August 8, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાને વ્યાજે લીધેલા રૂા.13 લાખના 22 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

જામનગરમાં યુવાને વ્યાજે લીધેલા રૂા.13 લાખના 22 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

બે ચેક તથા મોટરસાઈકલ બળજબરીપુર્વક પડાવી લીધા : ચેક બાઉન્સ કરી ફરિયાદ કરવાની અને પગ કાઢી નાખવાની ધમકી આપી : બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસની તપાસ

જામનગરમાં યુવાને ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય વ્યાજે રૂપિયા લીધા બાદ રૂપિયા 13 લાખના 22 લાખ ચૂકવી દીધા છતાં બે શખ્સોએ ફરિયાદીના ચેક તથા મોટરસાઇકલ બળજબરીથી લઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના કાલાવડનાકા બહાર રહેતા અમન યુનુસ મલેક નામના યુવાને પોતાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય રૂપિયાની જરૂર પડતા જામનગરના જ અનિસ યુસુફ મીનાણી અને તોફિક યુસુફ મીનાણી નામના બે શખ્સો પાસેથી કટકે કટકે અંદાજે રૂા.13 લાખ માસિક 20% ટકા વ્યાજે લીધા હતાં. જે પૈકી બંને આરોપીઓને અત્યાર સુધીમાં કુલ રૂા.22 લાખ ગુગલ પે તથા રોકડેથી ચૂકવી આપ્યા હતાં તેમ છતાં બંને આરોપીઓ ફરિયાદીના બેંકના બે ચેક બળજબરીથી કાઢી લઇ ગયા હતાં અને ફરિયાદીના નામની જીજે-10-ડીકયુ-1230 નંબરની એકસેસ મોટરસાઈકલ પણ બળજબરીથી લઇ પોતાના કબ્જામાં રાખી લીધી હતી તેમજ બંને શખ્સોએ ફરિયાદીને અપશબ્દો બોલી મૂળ રકમ તથા હજુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતાં અને ફરિયાદીને ચેક બાઉન્સ કરી નેગોશિબલની ફરિયાદ કરવાની તથા પગ કાઢી નાખીશ તેમ ધમકી આપતા હતાં.

આ અંગે અમનભાઈ દ્વારા સિટી એ ડીવીઝનમાં અનિસ યુસુફ મીનાણી તથા તોફિક યુસુફ મીનાણી નામના બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular