જામનગરના નવીવાસ વિસ્તારમાં દારૂ પીવાની કૂટેવના કારણે પત્ની અલગ રહેવા ચાલી જતાં પ્રૌઢે ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવીવાસ વિસ્તારમાં મચ્છુ માતાજીના મંદિરની સામે રહેતાં શાંતિભાઇ કાળુભાઇ ટાંક (ઉ.વ.48) નામના પ્રૌઢને દારૂ પીવાની કૂટેવ હોય જેથી તેમના પત્ની મંજુલાબેન કંટાળી જઇ અલગ રહેવા જતાં રહ્યાં હતાં. જેથી તેના પતિ કંટાળી જઇ ગત્ તા. 09ના રોજ બપોરના સમયે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી જતાં સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તા. 01 જૂનના બપોરના સમયે તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગે મૃતકના પત્ની મંજુલાબેન દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘એ’ના હે.કો. વાય. એન. સોઢા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


