ખંભાળિયા-સલાયા માર્ગ પરની ગોળાઇમાં કોઇ કારણોસર અકસ્માત સર્જાતા કુબેર વિસોત્રીના પ્રૌઢને ઇજા થઇ હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા મહેન્દ્રસિંહ હાલાજી જાડેજા (ઉ.વ. 58) નામના ગરાસિયા પ્રૌઢ તા. 28ના ખંભાળિયા – સલાયા માર્ગ પર જઈ રહ્યા હતા. ત્યારે એક ગોળાઈ પર કોઈ કારણોસર અકસ્માત સર્જાતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મનદીપસિંહએ કરતાં સલાયા મરીન પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


