Friday, May 29, 2026
Homeરાજ્યહાલારનંદાણામાં મહિલાની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

નંદાણામાં મહિલાની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં એક શોકજનક અને કરુણ ઘટના સામે આવી છે. નંદાણા ગામે રહેતી મહિલાએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં કલ્યાણપુર પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના વતની અને ખેતીકામ કરતા કરશનભાઇ સામતભાઇ ચાવડાના પત્ની રાધાબેન કરશનભાઇ ચાવડા (ઉ.વ.40)એ ગઈકાલે તા. 28-05-2026ના રોજ સવારના આશરે સાડા છ વાગ્યાની આસપાસ પોતાના ઘરના રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘરકામ કરતા રાધાબેને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. બનાવની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે આઘાત અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ આત્મહત્યાના બનાવ અંગે મૃતકના પતિ કરશનભાઇ ચાવડાએ ગઈકાલે રાત્રે 20:05 વાગ્યે કલ્યાણપુર પોલીસને જાણ કરી હતી.

- Advertisement -

બનાવની જાણના આધારે કલ્યાણપુર પોલીસનો સ્ટાફ નંદાણા ગામે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમઅર્થે ખસેડી અકસ્માત મોત તેમજ બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરી મહિલાના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોના નિવેદનો લેવા સહિતની કાર્યવાહી કલ્યાણપુર પોલીસ મથકના હે.કો. દિલીપભાઇ એમ. બાવળીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular