Thursday, May 21, 2026
Homeરાજ્યહાલારકનસુમરાના રેલવે ટ્રેક પરથી યુવાનનો મૃતદેહ સાંપડયો

કનસુમરાના રેલવે ટ્રેક પરથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગર તાલુકાના કનસુમરા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક ઉપર ફાટક નંબર 203 અને 204ની વચ્ચેના ટ્રેક પરથી મંગળવારે બપોરના સમયે 30 વર્ષનો અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતાં વિનોદભાઇ સવાસળિયા નામના રેલવેના કીમેન દ્વારા જાણ કરાતા એએસઆઇ વાય. વી. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને બેશુદ્ધ યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગેની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular