દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા ઈન્સ્ટાગ્રામ આઈડીના વપરાશકર્તા સામે મહિલા પર આરોપ લગાવતા અભદ્ર લખાણ સંદર્ભે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર પોલીસ મથકના પી.એસ.આઈ. એસ. કે. બારડ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ઓના વપરાશકર્તાઓ સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, આ સોશિયલ મિડિયા એપ્લિકેશન પર કરવામાં આવેલી પોસ્ટમાં જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરવા તથા અભદ્ર ભાષામાં અપમાનજનક લખાણ લખી, ધાકધમકી આપતી કોમેન્ટ કરવામાં આવી હતી. જેના કારણે મહિલાના ચારિત્ર્યને હાનિ પહોંચતી કોમેન્ટ લખી અને ચોક્કસ સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરી, જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ થયો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે. એસ. ગળચર દ્વારા હાથ ધરવામાં આવી છે.


