Monday, May 11, 2026
Homeરાજ્યહાલારપુત્રની બિમારીથી વ્યથિત પિતાએ જિંદગી ટૂંકાવી

પુત્રની બિમારીથી વ્યથિત પિતાએ જિંદગી ટૂંકાવી

પુત્રને કેન્સરની બિમારી હોય 80 વર્ષીય પિતાનો ગળેફાંસો ખાઇ આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. છેલ્લા એક દાયકાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા પુત્રની હાલત જોઈને વ્યથિત થયેલા 80 વર્ષીય પિતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ રાવલ ગામના ચૌહાણ ફળી વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા પોલાભાઇ કારાભાઇ ગામી (ઉં.વ. 80) નામના વૃદ્ધએ ગત્ તા. 10ના સવારે દશેક વાગ્યાના સુમારે પોતાના રહેણાંક મકાને દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

મૃતક પોલાભાઇના પુત્રને છેલ્લા દશેક વર્ષથી કેન્સરની ગંભીર બીમારી છે. પુત્રનું બે વખત ઓપરેશન કરાવવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. વર્ષોથી પુત્રની આ પીડા જોઈને વૃદ્ધ મનમાં ખૂબ જ વ્યથિત રહેતા હતા. અંતે પુત્રની બીમારીનું દુ:ખ સહન ન થતા તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બનાવ અંગે મૃતકના પુત્ર રામાભાઇએ જાણ કરતાં હે.કો. ભરત ઓડેદરા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular