Monday, May 11, 2026
Homeરાજ્યહાલારઅગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં પ્રૌઢનું સારવારમાં મોત

અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં પ્રૌઢનું સારવારમાં મોત

પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના સેતાવાડમાં રહેતાં પ્રૌઢએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસની જાણ કરતાં પોલીસે મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સેતાવાડ, જીવા સેતાના ડેલા પાસે રહેતાં રહેતા મ.હુશેન હાજીભાઇ કોરેજા નામના 48 વર્ષના પ્રૌઢે ગત્ તા. 04ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના આઇસીયુમાં સારવાર ચાલી રહી હોય જે કારગત ન નિવડતા તા. 09ના રોજ રાત્રિના સમયે તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે જાવેદ મ.હુશેન કોરેજા દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘એ’ના હે.કો. આર. એ. જાડેજા અને સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular