રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે.
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે 079 232 55951, 079 232 55953 તેમજ 079 232 57381 અને 079 232 57383 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે 25 તથા 26મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો હોય તો નાગરિકો આ ફોન નંબર પર સંપર્ક કરીને પોતાની રજૂઆત નોંધાવી શકશે.


