Friday, October 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કોંગ્રેસનું ભાજપનો વિરોધ પ્રદર્શન, બાઈક રેલી યોજી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ-...

જામનગરમાં કોંગ્રેસનું ભાજપનો વિરોધ પ્રદર્શન, બાઈક રેલી યોજી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ- VIDEO

જામનગરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન યોજી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવી વિવિધ મુદ્દાઓને લઈને આંદોલનાત્મક કાર્યક્રમ યોજ્યો હતો. બાઈક રેલીના માધ્યમથી વિરોધ વ્યક્ત કરી કાર્યકરોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ ભાજપના પક્ષમાં કામ કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરી હતી.

- Advertisement -

બેનરો અને સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસે ભાજપ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બાઈક રેલી અને વિરોધ પ્રદર્શનના માધ્યમથી કોંગ્રેસે રાજકીય મુદ્દાઓને લઈને દેખાવ હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular