Saturday, October 3, 2026
HomeવિડિઓViral Videoકારમાં CNG ભરાવતા થયો ધડાકો: વાયરલ CCTV ફુટેજમાં જુઓ કેવી રીતે ક્ષણભરમાં...

કારમાં CNG ભરાવતા થયો ધડાકો: વાયરલ CCTV ફુટેજમાં જુઓ કેવી રીતે ક્ષણભરમાં થયો બ્લાસ્ટ! – VIDEO

- Advertisement -

હાલ સોશિયલ મીડિયા પર એક CCTV ફુટેજ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક CNG પંપ પર વાહનમાં ગેસ પુરાવતી વખતે અચાનક મોટો ધડાકો થતો જોઈ શકાય છે. આ ઘટનાને કારણે પંપ પર હાજર લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વાઇરલ સીસીટીવી ફુટેજ વડોદરા જિલ્લાના કરજણ પાસે નેશનલ હાઇવે પર આવેલા એક CNG પંપ પરનો છે. કારમાં સીએનજી ગેસ પુરાવતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં આ ધડાકો સર્જાયો હતો.

આ બનાવ વડોદરાના કરજણ પાસે નેશનલ હાઇવે પર આવેલા CNG પંપ પર તારીખ 1 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે 1:13 વાગ્યાની આસપાસ બન્યો હતો.

- Advertisement -

સીસીટીવી ફૂટેજ મુજબ, સફેદ રંગની કારમાં CNG પુરાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જ કારના પાછળના ભાગે મોટો ધડાકો થયો હતો, જેના કારણે કારના બોનેટ, છત અને દરવાજાના ચિથરેચિથરા ઊડી ગયા હતા.બ્લાસ્ટ થતા જ ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને પંપ પર ઉભેલા કર્મચારીઓ તથા અન્ય વાહનચાલકો પોતાનો જીવ બચાવવા માટે દોડી ગયા હતા.આ ધડાકાથી કારને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

- Advertisement -

આ ગંભીર અને ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. વાહનમાં ગેસ ભરાવતી વખતે યોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ ઘટના દર્શાવે છે. નિયમિતપણે CNG સિલિન્ડરનું ચેકિંગ કરાવવું અને ગેસ પુરાવતી વખતે કારમાંથી બહાર નીકળી જવું સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular