Tuesday, March 24, 2026
Homeરાજ્યહાલારપોશિત્રાની મહિલાનું નિરણમાં લાગેલી આગ ઓલાવવા જતાં મોત

પોશિત્રાની મહિલાનું નિરણમાં લાગેલી આગ ઓલાવવા જતાં મોત

ઓખામંડળના પોશિત્રા બંદરમાં રહેતી મહિલા વાડીના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં લાગેલી આગ ઓલાવવા જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આગમાં દાઝી ગયેલા મહિલાનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વધુ વિગત મુજબ ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં રહેતા સકીનાબેન કાસમભાઈ સમા નામના મહિલાને છેલ્લા પાંચ-સાત વર્ષથી બંને પગમાં તકલીફ હતી. જેથી તેઓ લાકડીના સહારે ચાલતા હતા. આ વચ્ચે ગઈકાલે સોમવારે તેમની વાડીએ રહેલા ખુલ્લા પ્લોટમાં કચરો સળગાવવા જતા તેનું તણખલું બાજુમાં પડેલા નીરણના ઢગલામાં પડી જતા નિરણના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી.

આ આગ સકીનાબેન ઓલવવા જતા અથવા અન્ય કોઈ રીતે નીરણના ઢગલા માથે પડી જતા તેણીનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કાસમભાઈ નુરમામદભાઈ સમાએ કરતાં ઓખા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular