Friday, March 20, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના યુવાનની ગળેટૂંપો ખાઇ આત્મહત્યા

દ્વારકાના યુવાનની ગળેટૂંપો ખાઇ આત્મહત્યા

દ્વારકાના નરસંગ ટેકરીમાં રહેતાં યુવાનએ ગઇકાલે સાંજે કોઇ અકળ કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરી લેતાં પોલીસે આગળની તપાસ આદરી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ડાડુભા ડેપાભા માણેક નામના 32 વર્ષના હિંદુ વાઘેર યુવાને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની હંસાબેન ડાડુભા માણેકએ જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular