જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા યુવાનએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતાં યુવાનનું સગપણ ન થતું હોવાથી જિંદગી ટૂંકાવી હોવાના આધારે તપાસ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નવા નાગના ગામમાં મોરા ઉપર રહેતાં શાંતિલાલ છગનભાઇ સોનગરા (ઉ.વ.29) નામના સતવારા યુવાનએ ગત્ તા. 08ના રોજ બપોરના સમયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ ધર્મેન્દ્ર દ્વારા જાણ કરાતા હે.કો. એસ. કે. જાડેજા તથા સ્ટાફએ તપાસ હાથ ધરતાં મૃતકનું સગપણ થતું ન હોવાથી જિંદગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાના પ્રાથમિક તારણના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


