કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતાં વૃદ્ધા છેલ્લા બે-ત્રણ માસથી એકલા રહેતા હોય અને એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નપાણિયા ગામમાં વસવાટ કરતાં પુરીબેન બચેભાઇ સાવલિયા (ઉ.વ.70) નામના વૃદ્ધા બે-ત્રણ માસથી ગામમાં એકલવાયુ જીવન જીવતા હતાં. વૃદ્ધાએ એકલતાથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે ગામની સીમમાં આવેલી તેની વાડીએ જિંદગીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઇ ગયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.


